Saturday, 11 January 2020

!!  રામ છે !! ફુલો વેરાણા ચોકમાં

મોરપીછ માં રંગ પૂર્યા એ પુરનારો પણ  રામ  છે ,
સૌના જુદા ઘાટઘડ્યા એ  ઘડનારો પણ  રામ  છે.
            વગર થાંભલે મંડપ ખોડયા ,
            ચીતરી  ને ચંદરવા ચોડયા ,
તેજ  ભરેલા  સૂર્ય ચંદ્ર માં ઝબકારો  પણ  રામ  છે,
            કાચા  કુંભ  સમી  છે   કયા ,
            મરણ લગી  છૂટે નહિ માયા ,
રામ  રમત ના  સહુ  રમકડાં  રમાડનારો  રામ  છે,
            ગગને ,પવને ,વન, તરુપાને ,
            ફાગણ   ફૂલડે   કોકિલ   ગાને ,
વિરાટ રૂપે જડ ચેતન માં વસનારો  પણ  રામ  છે,
                                    
                                      
          '' ફૂલો વેરાણાં ચોક માં ''
 

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંપાદક :- રાજુભાઇ ભટ્ટ
       મો:-9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...