Tuesday, 14 January 2020

શબરી! મીઠાં લાગ્યાં બોર '' બંસરી મિઠાસ ભરી''

મીઠાં તારાં બોર,  શબરી! મીઠાં લાગ્યાં બોર;
તારી ભાવના અણમોલ, બાઈ! તારાં મીઠાં લાગ્યાં બોર.
શબરી કહે કેમ મીઠાં ન લાગે? મેં તો ચાખી મુક્યાં બોર,
અજીઠાં પણ ભક્તનાં અને ભક્ત મમ ચિત ચોર.
બાઈ!મીઠાં લાગ્યાં બોર.

બીજ સાથે પ્રભુ! ફળ આરોગો બીજ તોનાથ! કઠોર,
રામ કહે તારે મુખ અડયોં એનો, સ્વાદ લાગ્યો મને ઓર.
બાઈ!મીઠાં લાગ્યાં બોર.

વેદ ન જાણુ ભેદ ન જાણુ,  તિમિર ચારે કોર,
બોરમાં ચારે વેદ ભર્યો તેં તો સૌંપ્યો દિલનો દોર.
બાઈ!મીઠાં લાગ્યાં બોર.

ખાટા હોય તે પાછાં મુકજો, નાથ! કહુ કર જોડ,
શબરીની ગત જાણી હસિયા, ભક્ત ઘન મન મોર.
બાઈ!મીઠાં લાગ્યાં બોર.

બોર આરોગ્યાં ઞુણ ચડ્યું તારુ, કેમ થવાય નઠોર,
બુડવા નહીં દઉં બેડલી, કરુ જતન આઠે પોર.
બાઈ!મીઠાં લાગ્યાં બોર;

           '' બંસરી મિઠાસ ભરી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
                મો:-9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...