પિયાલો પાયો રે ગુરુજીએ પ્રેમ નો,
એના ઘટ માં ઘુટેલ.
અજરા પીશે તો ઉબકા આવશે,
જરવો ખાંડાકેરો ખેલ...પિયાલો.
પીતાં રે ધોવાણા પંડ ના પાપ સૌ,
મન નો ધોવાણો છે મેલ.
તાળા રે ટુટ્યા ને ભોગળ ભાગ્યું,
બારણા ઉઘડ્યા બિડેલ...પિયાલો
ઝાંઝવાં જોયા ને જળ ના પામિયા,
ધરતી ધોમ ધખેલ.
જોગીડે આવી ને અંજલિ પાય ત્યાં,
હૈયે હેમાળો ઢળેલ ... પિયાલો
બત્રીસે કોઠે પ્રગટીયા દીવડા,
તપ, જપ, પુરાણા છે તેલ.
મહિમા ગુરુ નો મોટો જાણવો,
જગ ની છોડાવે છે જેલ...પિયાલો
{ ફુલો વેરાણા ચોક મા }
~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ બી. ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment