🇮🇳 માતૃભૂમિ 🇮🇳
અમ જીવનના પ્રાણ, અમારી ભારતી સ્વર્ગસમાન,
રસભર જનની પૂર્ણરસાળી પુણ્યવતી ગુણવાન, હિમાલયના શૃંગ પરે જ્યાં, દેવો ગાતા ગાન.....
અમારી ભારતી સ્વર્ગ સમાન..
રામ કૃષ્ણ સન નર અવતારી, ભીષ્મ સમા બળવાન,
ગાંધી સમ યુગપુરુષ જન્મ્યા, વીર રત્નની ખાણ.....
અમારી ભારતી સ્વર્ગ સમાન...
રમ્ય તપોવન ઋષિ મુનિવરનું કર્મયોગનુ સ્થાન, દિવ્ય અમારું. નંદનવન આ જ્યા ગીતા ના ગાન.....
અમારી ભારતી સ્વર્ગ સમાન...
ગંગા યમુના અને ત્રિવેણી, પુનિત જેના પાન,
સાઈબાબા સમ સંતપુરુષની, સૌને છે પિછાણ.....
અમારી ભારતી સ્વર્ગ સમાન...
અખિલ વિશ્વમાં આત્મભોગનું, ઊજ્જવળ જે ઉધાન,
પ્રેમ શોર્યની સુગંધ મહેકે , જ્યાં આધ્યાત્મિક જ્ઞાન.....
અમારી ભારતી સ્વર્ગ સમાન...
પ્રાણ થકી પણ અધિક ગણીને, સાચવતી સંતાન,
વિનોબા ની સંતવાણીએ, સર્જ્યા છે ભૂદાન.
અમારા તન-મન-ધન કુરબાન.
ગજવો સ્વાતંત્રતાના ગાન.....
અમારી ભારતી સ્વર્ગ સમાન...
બંસરી મીઠાશ ભરી
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક:- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment