ભજન
(રાગ માઢ લાવણી)
ઊંડા મહાસાગર ના પાણી રે ,
માછલી તરસી તોય દેખાણી.
પાણીએ ઘડાણી ને પાણીએ પોષાણી,
પાણીમાં રમતું રમાણી;
પાણીમાં ઘર અને ઘોલકી માંડ્યા ,
પાણીના રંગે રંગાણી રે ......માછલી..
લોઢે એ લેવાની ને કાંઠે કુટાણી ,
વમળે પાછી તણાણી;
પાણી ભંમર થી માંડ માંડ ઉગરી,
તોયે કરતી પાણી પાણી ......માછલી..
મચ્છીમાર નો મચ્છ વો આવ્યો ,
માછલી કૈક મરાણી;
આવીને કાળી જાળને પાથરી,
જળમાં ઝટ ઝડપાણી રે ......માછલી....
જળમાંથી પછી મછવે નાખી ,
ટીપુંય ન મળ્યું પાણી ,
પાણીની ઝંખના માં જીવડો ખોયો,
જીવન થયું ધૂળધાણી રે ......માછલી...
બંસરી મીઠાશ ભરી
(ભક્ત કવિશ્રી ત્રાપજકર દાદા)
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
9824474306
No comments:
Post a Comment