કામ કરો, કામ કરો,
ભડવીર યુવાનો, રાષ્ટ્ર ભક્તિનાં કામ કરો,
માનવતાનાં કામ કરો, પ્રભુને ગમતાં કામ કરો,
હાથ જોડી ના બેસી રહો પણ હરદમ આગળ કદમ ભરો..... કામ કરો..
હ્રદયે બેઠો રામ બોલાશે,
હૈયા ભીતર હામ બોલાશે,
નહી બોલવું પડે તમારે, તમે કરેલાં કામ બોલશે,
કામ બોલાશે ત્યારે દુનિયા જીભે તમારું નામ બોલશે... કામ કરો...
રાણા પ્રતાપ શિવાજી ના,
વલ્લભ,જવાહર,ગાધીજી ના,
શૌર્ય, અહિંસા, સત્ય, નીતિના, સહુ આપણે વારસદારો,
રણશૂરા સંગ્રામે ગરજો, વિનાશમાંથી વિકાસ સરજે,...... કામ કરો..
અસત્ય સામે લડવૈયા છો,
ભારત ભાવિ ઘડવૈયા છો,
સંકટ સાગર તરવૈયા છો, મંઝિલ પહોચ્યાં પછી શૂરાઓ,
વિજય વરી વિશ્રામ કરો,
કામ કરો, કામ કરો,
''ફુલો વેરાણા ચોક માં''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરજી }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment