[ ગઝલ ]
સંઘર્ષ સામે ઝૂઝવા જીવન મળ્યું?
કે જવા સામે પાર છે જીવન મળ્યું?
સુવાસ લેવી ગમે પણ અશક્ય છે;
રાફડા પાસે ઉગ્યો સુમન મળ્યું .
બજારે ભટકયો અને વહોરી લીધું,
હું જ ના દેખાઉ એ દર્પણ મળ્યું .
ભાગ્યમાં કેવા લખાયા અક્ષરો?
પ્રેમીનું મૃગજળ સમું દર્શન મળ્યું .
પ્રીત બાંધી સાર તેનો એટલો
હાસ્ય થોડું ને વધુ ક્રંદન મળ્યું
રાખતો આશા-નિરાશા આવતી,
પળેપળે. આવું પરિવર્તન મળ્યું
રામ સાથે પ્રીત જોડી ત્યારથી
જિંદગીભર જીવને યોવન મળ્યું .
{ ફુલો વેરાણા ચોકમાં }
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment