જડ ચેતનમાં રામ રમે છે,
રામ જગત રચનારો છે.
સૂર્ય-ચન્દ્રના તેજ લીસોટા,
રામ. તણો ચમકારો છે .
મયુરપંખમાં મેઘ ધનુષ્યમાં,
રામે. ફૂલમાં રંગ પૂર્યા.
રંગ ભરેલી દુનિયા કરો,
રંગીલો. રંગારો. છે.
શ્રદ્ધા રાખી સ્મરણ કરો તો,
હાજર રામ. થનારો છે.
પંથ ભૂલેલા પથિક જુનોનો,
રામ સજ્ઞ સથવારો છે.
મારું કહો તે બધુંય મિથ્યા,
અહીં તમારું કાંઈ નથી .
રામ ભરોસે ચલાવો નૈયા,
નજદીક તો જ કિનારો છે.
{ ફુલો વેરાણા ચોકમાં }
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment