તુ છોડ સારી ખલક ને, કર બંદગી ખાલેકની
હુ બ્રહમ ની વીણા ધરુ, તુ ધૂન કર આહલેક ની
દુનિયા બધી મે જોઈ તેમજ તે બધી જોઈ છે
સહુ ના નિરાળા પંથછે, ત્યા કોણ કોનુ કોઈ છે ?
જગની ફિકર ને છોડ તુ કરજે ફિકર તુ એકની.........
હુ બ્રહમ ની વીણા ધરુ, તુ ધૂન કર આહલેક ની
છે ગૌર તારુ અંગ એમા રંગ ભગવો શોભશે
ઝોળી નિરંજન નાથની જોગણ સ્વરુપે ઓપશે
સાથે મને તુ આપ કફની ભવ્ય ભગવા ભેખની.........
હુ બ્રહમ ની વીણા ધરુ, તુ ધૂન કર આહલેક ની
ચિતા રચાશે એક દી તારા મારા દેહ ની
સાથે નહી કોઈ બળે કિમત કરી સ્નેહ ની
હંકાર હોડી સાગરે વૈરાગ્ય ને વિવેક ની.....
હુ બ્રહમ ની વીણા ધરુ, તુ ધૂન કર આહલેક ની
'' આતમવાણી ''
(કવિ શ્રી ત્રાપજકર દાદા)
સંપાદક :- રાજુભાઈ બી ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment