આ દેહ પ્રભુ નુ મંદિર છે,
ત્યાં ઝળહળ જ્યોત બિરાજે છે.
ઓહમ સોહમ ની વિણા નુ,
ત્યાં ગીત મધુરું ગાંજે છે.
આ હ્રદય બન્યું છે ઝાલર ને,
ત્યાં નીયમિત ડંકા વાગે છે.
એ મંદિરમા જો મેલ ભર્યો તો,
માનવ થઇ શુ છાજે છે?
છે સુન્દર ચેતન તિર્થ ભુમિ,
તે પરહિત ને પ્રભુ કાજે છે.
જીવન ને સાર્થક જો ન કર્યું ,
તો દેવ નુ દિલડુ દાઝે છે.
અહીં યમુના છે, અહીં ગંગા છે,
અહીં મોરમુકટધર રાજે છે.
આંતર ચક્ષુ થી દ્વષ્ટી કરો,
પ્રભુ અહીંનો અહીં બિરાજે છે.
આ દેહ પ્રભુ નુ મંદિર છે!!!
{ ફુલો વેરાણા ચોક મા }
~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ બી. ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment