ઝૂલણા છંદ
( ૧ )
સૂર્ય ને ચંદ્રમાં ગગન નક્ષત્રમાં, ગંગ ને ગિરી માં રામ દેખુ,
બીજ અંકુર માં ફૂલ અને ફળો મા, વૃક્ષ ને વારી માં રામ દેખુ,
દૃષ્ટિમાં સૃષ્ટિમાં સર્વ સમષ્ટિમાં રામ પરિબ્રહ્મ વિશ્રામ દેખુ,
વિશ્વ કલ્યાણ હેતુ ધીર્યો દેહને સંત મોરારી માં રામ દેખું
( ૨ )
હળાહળ કળજુગે આજ માઝા મૂકી, તુલસીએ ફરી અવતાર લીધો,
પાત્રને જોઈને ની જ આત્મા પછી, સંત મોરારી માં મૂકી દીધો,
રામની ની કથામાં રામ બોલી રહ્યો, સંત ની વાણીમાં રામ દેખું,
વિશ્વ કલ્યાણ હેતુ ધર્યો દેહને સંત મુરારી માં રામ દેખુ ,
( ૩ )
અહમ મૂકી રટો રામના નામને, રામ હૈયા મહી હામ ભરશે,
રામના નામ થી કામ જે જે કરે, રામ કામ તો રામ કરશો,
સંત ઉપદેશના, શબ્દ સંસાર થી, તારવા નાવડી તુલ્ય લેખુ,
વિશ્વ કલ્યાણ હેતુ ધર્યો દેહને સંત મુરારી માં રામ દેખુ ,
( ૪ )
રામ માતા-પિતા, રામ બંધુ અને જગતના ગુરુ છે રામ સાચા,
રામના ચરણમાં જીવન અર્પણ કરો, તે વિના સર્વ સંબંધ કાચા,
સુખ ને દુઃખમાં દર્દ જાશે સમી, રામને મોક્ષનુ ધામ લેખુ,
વિશ્વ કલ્યાણ હેતુ ધર્યો દેહને સંત મોરારી માં રામ દેખુ.
{ ફુલો વેરાણા ચોકમાં }
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક:- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment