થવું મારે પ્રભુ ચરણ ની ધૂળ ,
પ્રભુ મસ્તક પર કાયમ શોભે ,
નથી બનવું એ ફૂલ - થવું...
જયાં જયાં પ્રભુના પુનીત પગલાં ,
ત્યાં ત્યાં દુઃખડા ડુલ - થવું...
પગ નીચે ની ધૂળ બનું તો ,
ધન્ય જીવન ના મૂલ્ય - થવું...
મહાકાલ પર વિજય મેળવું
એ જ મને અનુકુળ - થવું...
ચેતન ની ચિનગારી જગવી
અહમ કરું નિર્મળ ,
પ્રભુ ચરણ ની પાવન રજના
મીરા એ માપ્યા મૂલ - થવું..
'' ફૂલો વેરાણાં ચોક માં ''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંકલન :- રાજુભાઇ ભટ્ટ
મો :- 9824474306
.
.
No comments:
Post a Comment