Saturday, 11 January 2020

નથી માનવ થવું મારે ધારા ની ધૂળ થવું છે'' ફૂલો વેરાણાં ચોક માં ''


નથી માનવ થવું મારે ધારા ની ધૂળ થવું છે ,
અને એ ધૂળ માંથી પણ અમારે ફૂલ  થવું છે ,
પૂછી સુગંધ  કેડી  ને  મધુકર  આવશે  દોડી ,
નથી તરછોડવો ગુંજન મહી મશગુલ થવું છે ,
ટહાકવું આમ્રશાખાપર કદી ગાવુંછે ગુલશનમાં ,
કદી કોકિલ થવું છે ,ને કદી બુલબુલ  થવું છે ,
નથી થવું અમારેબોલ કોઈ કપટી કે દુર્જન ના ,
અમારે સુફી સંતો ના વચન અણમૂલ થવું છે ,
સલામી આપીને છેલ્લી આદુનિયાથી જનારાની ,
કબરમાં  સાથ  આપીને અમારે  ડુલ  થવું  છે ,

            
                                      
          '' ફૂલો વેરાણાં ચોક માં ''
 

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંકલન :- રાજુભાઇ ભટ્ટ
            મો:-9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...