અમે લીધું સ્વરાજ્ય, અમે લીધું સ્વરાજ્ય,
સુતર ના તાંતણે સ્વરાજ્ય.
કાંચા એ તારે વણ્યા જીવનનાં તાર,
તોળ્યો એ તારે આખા ભારત નો ભાર,
શસ્ત્રો સંતાય ગયા, પરદેશી ચાલ્યાં ગયા,
ગાંધીજી એ કરી નૈયા ને પાર ... અમે લીધું સ્વરાજ્ય,
સત્ય ને અહિંસા ના, પ્રેમ, શૌર્ય, ભાવનાના,
ત્યાગના ઉપાસકે કર્યો છે ઉદ્ધાર,
કોટિ કોટિ માનવીના મુખનો અવાજ ... અમે લીધું સ્વરાજ્ય, અમે લીધું સ્વરાજ્ય,
સુતર ના તાંતણે સ્વરાજ્ય.
{ ફુલો વેરાણા ચોક મા }
~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ બી. ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment