શ્યામળા ને ભાવી લુખી ભાજી
ભાવી લુખી ભાજી, રુદીયો ખાતા થઈ ગયો રાજી...............
શ્યામળા ને ભાવી લુખી ભાજી
મોટા મહેલ થી ગરીબ ધર ની આંકી કિમત ઝાઝી
અમ્રુત ગણી નેઆરોગી વાલે , વિદુરે વિણેલ ભાજી...................
શ્યામળા ને ભાવી લુખી ભાજી
દુર્યોધન ના દીલડા મા ગવૅ , રહયો તો ગાજી
ભાવ વગર ના ભોજન જોયા આવી ગઇ ઇતરાજી.......................
શ્યામળા ને ભાવી લુખી ભાજી
મોટપ મળી ત્યા ખોઇ માનવતા , પ્રગટી પ્રપંચ બાજી
ઝુપડી મા વાલો જમવા બેઠો ત્યારે , લાખો ની મોલાત લાજી............
શ્યામળા ને ભાવી લુખી ભાજી
લુખી રાબડી ભાજી પીરસ્યા , ન કરશો નારાજી
વિદુરજી મને ખૂબ ભાવી , તારી ભવ ભરેલી ભાજી................
શ્યામળા ને ભાવી લુખી ભાજી
'' બંસરી મિઠાસ ભરી''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment