દુનિયા દામની પાછળ દોડે,
દુનિયા દામની પાછળ દોડે, નીતિ ને ઉધાડે છોગે છોડે રે,
દુનિયા દામની પાછળ દોડે,
શાખને માટે જુના વખત માં લાખ ની થેલી તોડે,
નાકને શાખને નેવે મુકે જશ ને મારે છે જોડે રે ... દુનિયા દામની પાછળ દોડે.
સેવાધરમ નો સ્વાંગ સજીને, ઘણાં ચડયા છે ઘોડે,
રાત દિવસ એને રટણ થાતું, ચોખા આવી કોણ ચોડે રે ... દુનિયા દામની પાછળ દોડે.
લાખ મળે તોય લોભ ન છોડે, મનસૂબા છે કરોડે,
કોનું રળેલુ કોણ ખાવા નુ? ફોગટ માથાં કાં ફોડે રે ... દુનિયા દામની પાછળ દોડે.
દામરુપી એક સુંદરી દેખી, ચડયા છે કૈંક વર ઘોડે,
કૈંક પોખાણા, કૈંક પસ્તાણા, જાન ખાલી કૈંક જોડે રે ... દુનિયા દામની પાછળ દોડે.
સંતની વાતો સાંભળે નહી, એને વાત વાતે વખોડે,
કાળજાં કૂણા કરવા માટે, જમાનો ટીપશે હથોડે રે ... દુનિયા દામની પાછળ દોડે.
{ બંસરી મીઠાશ ભરી }
~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment