( દિવાળી )
વ્હાલાં! સહુજન કહે નવ વર્ષઆવ્યુ ;
ખેચાય છે જીવનઅંત સમીપ આયુ:
તોહર્ષ શા? દીપકશા? ઊનમાદ આ શા?
વ્હાલાં! અબુધમન ના રસનાદઆ શા? ( ૧)
સૌયે કહે નૂતનવર્ષ છતાં નવુ શુ?
જુનુ બધુંય સમજીમન માહસુ છુ;
સંસાર ની અજબઆઘટમાળવ્હે છે ;
જુનુ નવીન રુપ મા પ્રકટી રહે છે.(૨)
વ્હાલાં! બધુંજગ હસે જગનેહસુ હુ;
દ્રષ્ટી જુનીઉરથી "નુતન"માનવુ શુ?
મિથ્યા બધું નવીન સર્વ સંબંધ જુના.
વ્હાલાં! સહુસ્વજનના ઉર બંધજુના.(૩)
જુનુ છતાં નવીન તા જનને ગમે છે.
માની નવિન મનમાં સહુ વિરમે છે ;
આવી યુગેયુગ વહી ગઇ છે દિવાળી.
આશ્વર્ય તોય નયને નવલી દિવાળી. (૪)
જ્યોતિ બળે દીપકની જન દ્વાર દ્વરે.
વ્હાલાં ભરેલ સહુનાં મન અઘકારે;
હર્ષી ભલે ઊજવતા દીપકે દિવાળી.
વ્હાલાં! ન ક્યાઈનીરખી દિલની દિવાળી (૫)
જેવા રવિકિરણ પાસ પતંગ વ્હાલાં!
એવા જ બાહ્ય જગદીપક રંગ વ્હાલાં!
રંગોળી કે દીપકથી ઊજવી દિવાળી.
આત્માની જ્યોત વિણ વ્યર્થ બધી દિવાળી. (૬)
લાખો કદી પ્રકટશે દીપજ્યોત વ્હાલાં.
એ લાખથી અધીકઆત્મા નીજ્યોત વ્હાલાં.
બ્રહ્માંડને નિગમજ્યોત થકી નિહાળી.
વ્હાલાં. તમે ઊજવજોઉરની દિવાળી. (૭)
કર્તવ્યના પ્રણય ના શુભ કર્મ નાં સૌ.
નીતિ દયા ધીરજના જન ધર્મ ના સૌ.
સિધ્ધાંત ની સુમનમાળ ધરી રસાળી.
વ્હાલાં તમે ઊજવજો ઉર ની દિવાળી. (૮)
( ભક્ત કવી શ્રી ત્રાપજકર દાદા )
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment