【ગઝલ】
તમે ચાલી ગયાં, મારે ક્યાં જવું?
તમારે હસવું ને મારે દાઝવું.
રોજ શમણામાં તમે પુરાવ છો,
પ્રભાતે પથરાય છે ત્યાં ઝાંઝવું.
જીવનભર શું પ્રતિક્ષા કરતો રહું-
નેણ પર હાથે કરીને નેજવું?
તમે મારી જેલ છો હું કેદી છું;
મૌન છું , શું બોલવું શું ગાજવું?
વિરહની વેદના તેનો તમે-
ન્યાય કરવા હાથમાં લો ત્રાજવું
( ફુલો વેરાણા ચોકમાં )
✍️ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment