Friday, 25 September 2020

વીતેલી વાતો "ફૂલો વેરાણા ચોકમાં'

               【 ગઝલ 】
પ્રેમની વાતો બધી, ક્યાં કોઈથી ભૂલાય છે?
ચિત્ર જૂનાં થઈ ગયાં પણ રંગ ક્યાં ભૂંસાય છે?

સપ્ત રંગો પ્રેમના તે ના કદી ઝાંખા પડે,
બળે છે તો યે પતંગો દિપક સામે જાય છે.

કૃષ્ણની પ્રીતિ કદી યે ગોપીઓ ભૂલી નહીં,
કૃષ્ણ બેઠા દ્વારકા ગોકુળ ખાવા ધાય છે.

શોભતી શિવ મસ્તકે કૈલાશ છોડી નીકળી,
પ્રશ્ન ગંગાને પૂછો સાગર-ઘરે કાં જાય છે?!

સૂર્યને દેખી કમળ આખો દિવસ હસતુ રહે,
થાય છે સંધ્યા સમય ત્યાં પાંખડી બિડાય છે!

મીરા મોહનની બની તો વિષનાં અમૃત બન્યા,
પોકારે પાંચાલી ત્યારે કૃષ્ણ દોડી જાય છે.

           ( ફુલો વેરાણા ચોકમાં )
 
      ✍️ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
       
            સંપાદક:-રાજુભાઈ ભટ્ટ
              મો:-9824474306

ચાલી ગયા પછી "ફુલો વેરાણા ચોકમાં"

             【ગઝલ】
તમે ચાલી ગયાં, મારે ક્યાં જવું?
તમારે   હસવું  ને  મારે  દાઝવું.

રોજ શમણામાં તમે પુરાવ છો,
પ્રભાતે પથરાય છે ત્યાં ઝાંઝવું.

જીવનભર શું પ્રતિક્ષા કરતો રહું-
નેણ  પર  હાથે  કરીને   નેજવું?

તમે મારી જેલ છો હું કેદી છું;
મૌન છું , શું બોલવું શું ગાજવું?

વિરહની   વેદના   તેનો  તમે-
ન્યાય કરવા હાથમાં લો ત્રાજવું


        (  ફુલો વેરાણા ચોકમાં )

  ✍️ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
   
         સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
            મો:-9824474306

Thursday, 24 September 2020

અરણ્યે સંગીત "ફુલો વેરાણા ચોકમા"

            ::  ગઝલ  ::
શું કરું? મન થી હવે મૂંઝાઉં છું;
તું રડે છે ત્યાં અહીં અકળાઉં છું.

ક્ષિતિજોની દીવાલો આડી ઉભી;
કલ્પનાની પાંખમાં ગૂંગળાવું છું .

ઊર્મિ ને આકાંક્ષાના શિખરો
ચડું છું; બીજી પળે પછડાઉં છું.

ના મળે બિન્દુ મુખે, મૃગ દોડતો,
એ દિશામાં હું ય દોડી જાઉં છું.

ના સુધાની પ્યાલી હોઠે આવતી;
જીવન છે પ્રશ્નાર્થ હું અટવાઉં છું.

તાર વિણાના બધા યે મૌન છે,
હું કરુણ સંગીત અરણ્યે ગાઉં છું.

       [ ફૂલો વેરાણા ચોકમાં ]

   ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા

      સંપાદક રાજુભાઈ ભટ્ટ
       મો:-9824474306

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...