હુ તો ઘવાયો છુ છતા મન ના કિનારે મસ્ત છુ
સંસાર ની આશા નિરાશાને મિનારે મસ્ત છુ
અશ્રુ પડે છે તોયે સંગીત સૂર તારે મસ્ત છુ
એક દિન આવીશ દ્વાર તારે એ વિચારે મસ્ત છુ
કંગાલ કિસ્મત હાથ લઈ ને ચાલનારો મસ્ત છુ
જવાળા ફૂંકીને દોષ દિલના બાળનારો
મસ્ત છુ
કોઈ નો નથી સહકાર પણ તારે સહારે મસ્ત છુ
એક દિન આવીશ દ્વાર તારે એ વિચારે મસ્ત છુ
મે મહેલ મા માણી લીધુ પણ ઝુપડી મા મસ્ત છુ
સોના રુપાના પાત્ર ને બદલે તૂબંડી મા મસ્ત છુ
મે નાવ નુ સુકાન સોપ્યુ હાથ તારે મસ્ત છુ
એક દિન આવીશ દ્વાર તારે એ વિચારે મસ્ત છુ
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment