Thursday, 16 January 2020

ધાર્યુ કોઈ નુ ના થાય..... '' બંસરી મિઠાસ ભરી''

ધાર્યુ કોઈ નુ ના થાય , ભલે કરો લાખ કરોડ ઉપાય......મનવા

વશિષ્ઠ જેવા ગુરુ ના હાથે , ગાદી ના જોશ જોવાય
એજ ચોધડીયે રામ સીતા ને લક્ષ્મણ વન મા જાય......મનવા

રાવણે ધાર્યુ કરુ નીસરણી , જીવતા સરગે જવાય  , 
અમ્રૂત કુંપો કાળજે રાખ્યો તોય રામ ને હાથે રોળાય......મનવા

લાક્ષાગ્રૂહ મા આગ લગાડુ તો , પાંડવ શ્સૌ પતી જાય
દુર્યોધન ના મનસુબા એ રહી ગયા મનમાંય........મનવા

મનવાધટ મા માનવ ધાટ ધડે ત્યારે
ધડનારો મલકાય
આશા ના દરીયે દોટ મુકે પણ ધાર્યુ ધણી નુ થાય......મનવા


          '' બંસરી મિઠાસ ભરી''

    { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...