Friday, 10 January 2020

- તમે અને હું - ફૂલો વેરાણા ચોક

                 [ ગઝલ ]
તમે મારો શ્વાસ છું હું તમારો ઉલ્લાસ છું ,
તમે નાની દીવડી ની વાટ હું  ઉજાસ  છું .
મોર નું પીછું લીધું ત્યાં કૃષ્ણની યાદી થઈ ,
તમે  મોહક શમુરલી  હું સ્વરોની મીઠા છું .
ફુલ ફાગણના તમે હું ભમ્મર થઈને ગુંજતો, એકલા ક્યાં છો તમે હું તમારો આવાસ છું .
તમે  નાની  નાવડી  છો હલેસુ હું તો બન્યો ,
કિનારે લઇ જનારી હું જ ઉજ્વળ આસુ છું.
અતરો  કે  ફૂલોની  સુગંધ  બહુ ટકતી નથી ,
તમે  મારા  પુજારી  હું  સંતની  સુવાસ  છું .
તમે નીતિ ન્યાય છો તો હું સ્વરૂપ છું સત્યનું,
મૂર્તિ છો શ્રદ્ધા તણી હું તમારો  વિશ્વાસ  છું .
તમે  પારીજાત  છો  હું  મહેતો  છું  મોગરો ,
અર્પાઈ  જશુ  રામને  શ્રીરામનો હું દાસ છું .


              { ફુલો વેરાણા ચોકમાં }
    

            ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા 


                સંપાદક :- રાજુભાઈ ભટ્ટ  
                    મો:-9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...