Wednesday, 15 January 2020

તું હી જગતકારણ દુ:ખનીવારણ તરણ તારણ સંત છો, "આતમવાણી"

તું હી જગતકારણ દુ:ખનીવારણ તરણ તારણ સંત છો,
ઐશ્વર્યવંત અનંત ને ભગવંત બુદ્ધીમંત છો.
તુંહી કષ્ટ ને હરનાર સુખકરનાર શાંન્તી પ્રસારજે,
અમ જીવનમાં ઉત્કર્ષના ઉદેશ તું વીકસાવજે (૧) 

ગુણગાન શક્તિમાંન તારુ સધ શુભ કરનાર છે,
ભવભીડ ભાંગી ભક્તની ભવનીર તારણ હાર છે;
ધ્વજ શૌર્યધૈર્ય સુધર્મ નો અમ આગણે ફરકાવજે,
અમ હ્રદયમા કર્મવિરતા રગરગે રેલાવજે.(૨) 

તુજ ચરણ અશરણ શરણ તું અભરાભરણ વિખ્યાત છે,
તું ધરણ ધરણી હરણ કષ્ટો સુખકરણ સાક્ષાત છે,
તુંહી તાપતારણ દુ:ખનીવારણ વિપદ ધન વીદારજે,
અમ ભવ્ય ભુમિ ભારતી નો વિજય ધ્વજ ફરકાવજે.(૩)

તુંહી સર્વવ્યાપક કષ્ટકાપક સ્થિર સ્થાપક ઈશ છે, 
મુનિન્દ્ર ઈન્દ્ર ઊપેન્દ્ર બ્રહ્માદિકમાંહી અધીશ છે,
તુંહી શોકટાળક જગતપાલક મુદ મને છલકાવજે,
અમ રગેરગમાં પરમ ચેતન ની પ્રભા પ્રગટાવજે,(૪)

તુંહી શ્રેષ્ટ સંત અનંત ને અત્યંત તુ ગુણવંત છે,
સાકાર નિરાકાર જગદધાર તું બળવંત છે,
તુંહી દીનદયાળ ક્રુપાળ તાંરા બાળ સુખ માં સ્થાપજે,
અમ હ્રદય 'વંદે માતરમ 'ની ઊર્મીઓ ઉછળાવજે,(૫)
તુંહી સુખશાતા અભયદાતા છો વિધાતા જગત નો,
તુંહી તાત માતા વિશ્વત્રાતા શુર ભ્રાતા ભકતનો,
પરમેશ પરમાનંદની અભ્યર્થના ઉર ધારજે,
મુજ નાવ ડગમગ ડોલતુ નાવીક થઈ ને તારજે.(૬)


            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ
        મો :- 9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...