કવિની કવિતા સણી, સૌ ''વાહ'' પોકારે;
તે સમય હૈયુ કવિનુ આહ પોકારે.
કવિની કવિતા સાંભળવા રસજ્ઞો આવી પહોચ્યા છે. કવિએ કવિતા વાચન ની શરુઆત કરી કવિતાની પંક્તિએ પંક્તિએ તાળીઓના ગગડાટ અન '' વાહ વાહ'' શરુ થઈ ગયા.
પ્રેક્ષકો વાહ વાહ બોલે ત્યારે કવિ હાથ લાંબો કરીને ''વાહ''ને ખીસામાં નાખવા લાગ્યા. શ્રોતાઓને આશ્વર્ય થયું કે કવિ લાંબો હાથ કરીને ખીસામાં શું ભરે છે?
કવિ એ કહ્યુ કે '' બસ મારુ ખીસું ભરાઈ ગયું'' એમ કહી પાસે જ ગાંધીની કરિયાણાની દુકાને પહોંચી ગયા ગાંધીને કહ્યુ કે '' શેઠ લીસ્ટ કરો''
ગાંધીએ કહ્યુ કે બોલો.
''લખો ચાલીસ કિલો ઘઊં, વીસ કિલો બાજરી, પાંચ કિલો ખાંડ,એક કિલો ચા, બે કિલો ચોખ્ખુ ધી,તેલ નો ડબ્બોએક મારા ધરે પહોંચાડી દો, છોકરા એક ટંકથી ભુખ્યા છે.''
''કવિરાજ! લખાવેલ વસ્તુ નો આંકડો રુ:- 620.50 પૈસા થાય છે. પૈસા આપો એટલે વસ્તુઓ તમારે ધેર પહોંચાડી દઉં''
કવિ તો ખીસામાં હાથ નાખી ગાંધી તરફ હાથની મુઠી ઉધાડવા લાગ્યા. કવિએ કહ્યુ કે '' લઈ લ્યો''
આ શું કરો છો? ગાંધીએ પુછ્યું.
કવિએ કહ્યુ કે '' આજે મને'' વાહ વાહ'' મળી છે તે બધી તમને આપી દઉં છું ''
ગાંધીએ કહ્યુ કે, '' પૈસા હોય તો વસ્તુ મળે. તમારી '' વાહ વાહ'' ને શું કરું?
કવિ પાછા સભામંડપમાં આવી ગયા અને ખીસામાં હાથ નાખીને બોલ્યા ''ભાઈઓ અને બહેનો, આ તમારી
'' વાહ વાહ'' તમને પાછી''
એક મર્મજ્ઞ છતાં દાતાએઊભા થઈ કવિને કહ્યુ કે, '' વાહ વાહ'' ને મે વેચાતી લઈ લીધી.એક તરફ પાંચ હજાર રુપિયા વાળો લંબાએલો દાતાનો હાથ હતો અને બીજી તરફ કવિ ની આંખમાં હર્ષના આંસુ હતા.
''કવિની વેદના''
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો :- 9824474306
No comments:
Post a Comment