પ્રભુ મને એવા નયન તુ આપ.
નયને ગંગાજળ ઊભરાયે
ધોવા પર નાં પાપ... પ્રભુ મને..
સત્યમ્ તુ છે, શિવમ્ તુ છે
સુંન્દર તુંજ અમાપ;
તવ ચરણો નાં પુનિત દર્શને,
ભૂલું જગ સંતાપ... પ્રભુ મને.
નયન દ્વાર થી પ્રભુ મૂર્તિ ની
છાપું અંતર છાપ;
ધુપ સળી થઈ જીવન અર્પુ,
પ્રભુ, હરજો પરિતાપ... પ્રભુ મને એવા.....
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો :-9824474306
No comments:
Post a Comment