આધે સમદરને કાંઠે રે ખારા સમદરને કાંઠે ,
જુગનો જુનો એક જોગીડો ધુણીયુ તાપે રે
જોગીડો ધુણીયુ તાપે.
મોહ માયા ના ઇંધણ બાળે ને વાણી એ નીતરે વેદ
તુંબડી એની સૌને તારે , કોણ ઉકેલે ભેદ ?
મપાય ન કોઈ ના માપે રે -- જોગીડો.....
જટા એની જબરી એવી કે જગ આખું અટવાય ,
દાઢી માં એવું દેવત દીઠી વ્રેમંડ ને વીંટળાય
થાપ્યું એનું કોણ ઉથાપે રે -- જોગીડો.....
તન એનું કે મન એનું કદી તાપે ના અકળાય ,
ઉકલે પાણી ને ફુલડાં નાખે ફોરમ વધતી જાય ,
બળે એને અતર આપે -- જોગીડો.....
હરિયાણી કુળ જન્મ લીધો ને હંસ ના કીધા કામ
સંત મોરારી નામ ધર્યું એના રુદિયો બેઠો રામ .
અજંપા જાપ ને જપે રે -- જોગીડો.....
'' ફૂલો વેરાણાં ચોક માં ''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંપાદક :- રાજુભાઇ ભટ્ટ
મો :-9824474306
No comments:
Post a Comment