સરીતા! આપ મને તુ જવાબ કે,
શાને સાગર ઘેર ગઈ?
મીઠડાં તારા જળ હતા તુ શુકામ ખારી થઈ? .....સરીતા!
કવિ! મારે સાગર થવુ'તુ,
સાગર થી હુ જુદીપડી મારું મન મુંઝાતું ' તું ,
કવિ! મારું મન મુંઝાતુ ' તું
.....સરીતા!
સાગર માથી વરાળ થઈ ને વાદળી હુતો થઈ,
વિયોગ લાગ્યો વસમો તેથી વ્હાલ થી વરસી ગઈ,
નદી મટી સાગર થવુ ' તુ.
વિશ્વ કિનારે એકતાનુ મારે ગીતડુ ગાવુ ' તુ ......સરીતા!
{ ફુલો વેરાણા ચોક મા }
~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ બી. ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment