ચૌદ ભુવનને ચીતરી બેઠો ઈ ચિતવ્યું ચીતરનારો;
ઠગારો ઈક્યાંથી આવ્યો ચિતારો?
કલપના નો કાગળ લીધો ને સંકલ્યનો સહારો;
શિવમાંથી એ તો જીવના અંગડે,રંગ માયાના રંગનારો... ઠગારો.મ
સુરજ, તારા,ચાંદાને ચીતર્યાને, આભનો આવે ન આરો;
થાંભલો એણે ક્યાઈ ન ચીતર્યોઆ, માંડવો ઊભો નોધારો... ઠગારો
પાંચે તત્વે પ્રાણને ચીતર્યો ને,
ચેતનનો મુક્યો ચમકારો;
મારા તારાના ભેદના પડદા,ઈ ચીતરી ને હસનારો...ઠગારો
'' બંસરી મિઠાસ ભરી''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
મ
No comments:
Post a Comment