" ગઝલ "
બુરાઈન ગાશો ન ગાશો ભલાઈ ,
નથી દોષ મારો ન મારી વડાઈ ,
લઈ જન્મ જગમાં સદા કમકમ્યો છું ,
સમય નું રમકડું બની હું રમ્યો છું .૧
નચાવ્યા ઘણાને હું નાચી રહ્યો છું ,
દીધા દાન હાથે હું યાચી રહ્યો છું ,
કદી હું ઉગ્યો છું કદી આથમ્યો છું,
સમય નું રમકડું બની હું રમ્યો છું. ૨
રુદન ને છૂપાવી મેં સૌને હસાવ્યા ,
દુભાયો છું દિલ થી ન કોઈને દુભાવ્યા,
ન ભૂલું છતાંયે હું ભૂલી ભમ્યો છું ,
સમયનું રમકડું બની હું રમ્યો છું .૩
લૂંટાયો છું કાયમ ન કોઈને લુટીયા છે,
રડયો છું હું એવું કે અશ્રુ ખૂટ્યા છે ,
લઘુ દીવડો હૂં બની ઝગમગ્યો છુ,
સમય નું રમકડું બનવું રમ્યો છું. ૪
મે હારી જવામાં સદા જીત માની,
લડ્યો ઢાલ રાખિ ધીરજ અને ક્ષમાની,
નમાવ્યા ન કોઈને હું સૌને નમ્યો છું ,
સમય નું રમકડું બની હું રમ્યો છું. ૫
છુપાવીને દુઃખો સુખી થઈ ફર્યો છું ,
ના કોઈ થી ડર્યો પણ અસત્યે ડર્યો છું,
અધુરો છતાંયે પ્રભુને ગમ્યો છું
સમય નું રમકડું બની હું રમ્યો છું .૬
બંસરી મીઠાશભરી
( ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા )
સંપાદક:- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment