સ્નેહ વિના સન્માન નકામા
ધ્યેય વીના ધ્યાન નકામા,કંઠવિના ગાન નકામા , પ્રેમ વિના પાન નકામા જેમ દયા વિન દાન નકામા............
સ્નેહ વિના સન્માન નકામા
વાસ વીના ફૂલ નકામા , પારખ વિના મૂલ નકામા , બોલ વિના બુલબુલ નકામા , સુમ તubadvણા ગુણગાન નકામા, ................
સ્નેહ વિના સન્માન નકામા
આમ્ર ફળો રસ વિના નકામા , મિત્ર છતા ગુણ હિન નકામા , નર વનિતા આધિન નકામા , સ્વાદ વિના પકવાન નકામા .............
સ્નેહ વિના સન્માન નકામા
ગુણ વિના રુપ નકામા, નીર વિનાના કુપ નકામા , શૌર્ય વિના ભૂપ નકામા ભાગ્ય વિના મતિમાની નકામા..............
સ્નેહ વિના સન્માન નકામા
પ્રાણ વિના ના દેહ નકામા , દેહ વિના ના ગેહ નકામા , ટેક વિના ના સ્નેહ નકામા , સ્નેહ વિના સન્માન નકામા...............
સ્નેહ વિના સન્માન નકામા
'' આતમવાણી ''
{ ભક્ત કવી શ્રી ત્રાપજકરદાદા}
સંપાદન :- રાજુભાઈ બી ભટ્ટ
મો :- 9824474306
No comments:
Post a Comment