મનવા ! અવગુણ અપરંપાર
જુઠુ બોલે, જુઠુ તોળે, જુઠો છે વહેવાર,
અવળી સંગત,અવળી બુદ્ધિ, અવળો છે વિચાર .... મનવા
સાબુ થી મુખ ધોઇ જોતો દર્પણ મા દસવાર,
મુખ છે ઉજળુ, મન છે કાળું, નયન ભર્યો વિકાર .... મનવા
કામ ક્રોધ બે મિત્રો તારાં લોભ તણો નહીં પાર,
પોતાની પ્રમદાને પજવે, પ્રીય લાગે પરનાર .... મનવા
પુજા કરે કે પાઠ કરે નહી, માફ કરે કીરતાર,
તારી નૌકા તુજ ડુબાડે, કેમ જશે ભવપાર?? .... મનવા
{ ફુલો વેરાણા ચોક મા }
~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ બી. ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment