પછેડી પટેલ ની ઢરડાતી
ઢરડાતી
એમા સુંડલોક ધૂળભરાતી
મોટા પાના ની બાંધી પછેડી , ટુકી નથી બંધાતી
પાઘડી મોટી મોટા કેવાણા, મોટપ નથી રે મુકાતી.......પછેડી
થેપાડે બાયડી થીંગડા મારે, તાવડી પોરો ખાતી
પછેડી ફાટે તો થીગડા દેવાય નહી, ખળવાળી ખરીદાતી........પછેડી
વાડીયો ખેતર ખેડયા વિના ના ચોરા મા ચોવટો થાતી
ગામ ની વાત મા ગાંઠ નુ ખોતા, લાણીયે ઉકલી જાતી...........પછેડી
છોકરા રોતા છાસુ વગર ના , રસોઈ ચોરે રંધાતી
આવી અમલદાર જમવા બેસે , વાહ વાહ પછી રે બોલાતી..........પછેડી
ગામ નો વેપારી ઉઘરાણી કરતો , વાયદે વાતો થાતી
ડોશી ના દાડા મા જમાડતા વાડી પણ વેચાતી...........પછેડી
મન થી મોટપ માની લીધી મોટપ નથી એ કેવાતી
ઝીણુ કાંતી ને બંધાવી પછેડી , રાખવી નહી ઢરડાતી............પછેડી
( ગજા વગર ના માણસ દેખાદેખીથી મોટાઈ મેળવવા દોડે છે ત્યારે એ મોંટાઈ કેવી ભારે પડી જાય છે તે હાર્દ આ કટાક્ષ કાવ્ય સમજાવે છે.. કોઈ જ્ઞાતી કે પરીવાર માટે નથી )
ભકત કવી શ્રી ત્રાપજકર દાદા

No comments:
Post a Comment