// ગઝલ //
ફિકરની ભસ્મ ચોળીને ,ફકીરી આ જ લીધી છે, અભય ના દ્વાર ખોલીને ,ફકીરી આજ લીધી છે....ફિકરની...
અસત્યની તજી કેડી, ચડુ છું સત્યની ટોચે, ઝીલીને નાદ "સોહમ" નો ,ફકીરી આજ લીધી છે.... ફિકરની...
મને માયા ડરાવે શું ? યે ડરીને દૂર ઉભી છે ,
નિગમ પંથે જવા માટે, ફકીરી આજ લીધી છે.... ફિકર ની...
મને હાર્યો ભલે કહેતા, હું હાર્યો તોય જીત્યો છું,
કિનારે પહોંચવા માટે, ફકીરી આ જ લીધી છે.... ફિકરની...
કટોરા ઝેરના પીધા, પીધેલા સૌ પચાવ્યા છે, હળાહળ થઈગયા અમૃત,ફકીરી આજ લીધી છે.... ફિકરની...
બની સૈનિક સંસારે, ઘણા સંગ્રામ ખેલયા છે, અગમના ખેલવા યુદ્ધો ,ફકીરી આજ લીધી છે.... ફીકર ની...
અલખના રંગ ભગવામાં, જીવનને આજ રંગુ છું,
ધારી આહલેક ઝોળીને, ફકીરી આજ લીધી છે.... ફિકરની...
ક્ષમા કરજો મુસાફરને, ભૂલોને પણ ભૂલી જજો ,
હવે છેલ્લી સલામી છે ,ફકીરી આજ લીધી છે .....ફીકરની...
બંસરી મીઠાશ ભરી
(ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા)
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment