【ગઝલ】
રામ આવે આંગણે, એવું વતન મળો!
રામ ને રાજી કરું એવું ભજન મેળો!
બાગમાં ફૂલો ઘણા પણ એ ફૂલોને શું કરું?
મને દેખી ખીલતું એવું સુમન મળો!
પાંખો વિહોણું પક્ષી છું ને ઊડવું આકાશમાં,
પાંખો મને આપી શકે એવું ગગન મળો!
જિંદગીના પ્રવાસે હું એકલો અને અટુલો,
રામ સથવારો કરે એવું ગમન મળો!
હાથ જોડી રામને હું તો કહું છું એટલું;
ચરણમાં કાયમ રહું એવું જીવન મળો!
{ ફૂલો વેરાણા ચોકમાં }
✍️ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો :- 9824474306
No comments:
Post a Comment