ગુરુ પુંજા
જન્મ જન્મ ના જોગીડા ના ચરણે ગંગાધારા ,
છે વંદન લાખ અમારા
સંતરામ મંદિર બિરાજે ,
જન્મ ધર્યો છે જનહિત કાજે ,
સંતકૃપા થી ઘણા તર્યા છે ભવસાગર ડૂબનારા,
છે વંદન લાખ અમારા
ચરણ સ્પર્શ દર્શન સુખદાતા
અનાથના છો આક્ષય દાતા
મુખ દર્શન થી આથમી જતા અંતર અંધારા ,
છે વંદન લાખ અમારા .
નમું નારાયણ દાસ જી ચરણે ,
સંત ! દયા કરી રાખો શરણે ,
ત્રાપજકર ના તાપ પરિતાપ સદા હરનારા
છે વંદન લાખ અમારા.
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો :- 9824474306
No comments:
Post a Comment