Tuesday, 5 April 2016

" ફુલો વેરાણાં ચોક માં " યુગને આધીન થાશો


યુગને આધીન થાશો,
ઝીણી વાતું સમજી જાશો,
ઋષિકુળે જન્મી લીધાં, તપ, વિધા ને ત્યાગ ;
ભૂદેવ કેરું બિરુદ પામ્યા, વસમો લઈ વૈરાગ્ય ;
સમાજ ના સેવક થાશો,
બ્રાહ્મણ તમે તો જ પૂજાશો.
ચૌદ વરસ જેણે વનમાં વેઠયાં, પિતા વચનને કાજ;
ટેક, નેક, સત્ય, દયા ને નિતિ, રામે ચલાવ્યુ રાજ્ય ;
ક્ષત્રિય થાજો રામની જેવા,
પ્રજા ની કરજો સેવા.
વૈશ્ય તો સાચો શગાળશા, જેણે દીંધા પુત્ર ના દાન ;
સાચું બોલે, જુઠ ન તોળે, પત કાજે દે પ્રાણ ;
વાણિયા વહેવારુ થાજો,
નીતિ નુ નાણું કમાજો.
પશુપંખીએ ન્યાત રચીને, કર્યો નથી મતભેદ ;
ન્યાતના વાડા ને વાદના વાડા, ખરેખરો છે ખેદ ;
માનવ! માનવતા રાખો,
જ્ઞાતીભેદ દરિયે નાખો.

{ ફુલો વેરાણાં ચોક માં }

~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
                                                                                                                                          

આતમવાણી-મનલેખીની મોદ ધરી હસતી .....

                  (૧)
અગાધકૃતિ અખિલેશ્વરની, મતિમાન મનુષ્ય વિસાત નથી ,

અહીં પાર નથી, આ અપારકૃતિ, મુનિરાજ મૂઆ દિનરાત મથી ;

પછી, સાયર સાતમાં બિંદુ પડે, કવિ તારી મતિતણી શી ગણતી!

લખિંતંગ કરે તુજ નામ લખી, મનલેખિની મોદ ધરી હસતી!
                 (૨)
કાગ! કવિતણો બોધ મળ્યો, પછી લોભીએ નોંધ કરી કલમે,

શાહી કાળીં અને કાગળ શ્વેત બગાડી દીધા દિલ જેમ ગમે!!

પછી, દાનમા લાખ લખ્યાં, ખરચ્યા નહી, મોત સવારી ફરી ધસતી,

મનના મનસૂબા રહ્યા મનમા મનલેખિની મોદ ધરી હસતી!

[ત્રાપજકર દાદા ના મુખેથી]
ભક્ત કવિ શ્રી દુલાભાઈ કાગ મારે ધેર આવેલા, અમે જુના ભાઈબંધ મળીયે ત્યારે હૈયું, આંખ અને કવિતા એકતાલે નાચી ઊઠે મેં પાદપૂર્તિ કવિ શ્રી કાગને આપી :- ''બાદલમેં આજ ચંદ્રરાજ ક્યૂ છુપાયો હૈ? કવિ શ્રી કાગે મને પાદપૂર્તિ નું ચરણ આપ્યું :- '' મનલેખિની મોદ ધરી હસતી '' બન્ને કવિઓએ પાંચજ મિનિટ માં લખી ને પુરી કરી.

          { આતમવાણી }

~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

  સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
          મો:-9824474306 

'' ફૂલો વેરાણાં ચોક માં '' રાવણ નો પુજારી હું નથી ...

રાવણ નો પુજારી હું નથી
( ગઝલ )
પ્રેમનો છું પુજારી પણ દુરાચારી હું નથી ,
વાસનામાં ડૂબેલા જેવો વિકારી હું નથી .
દિલ છે તેવા જ મારા વાણી ને વર્તાવ છે ,
વેશ પલટો કરે , તેવો વેશધારી હું નથી.
માફ કરજો લાલચો માં મને ના લલચાવશે
ખુશામતી થીપેટ ભરનારો ભીખારી હું નથી
મર્દ ની સામે મુસીબત આવતી તો હોય છે ,
લડી લઉં છું નાટકી હથિયાર ધારી હું નથી .
ભલા માટે ખુશી થી કડવું તમે કહેજો મને ,
સ્વીકારું ના સત્ય એવો અવિચારી હું નથી .
હું નમુ છું દેવ ને દાનવ ને હું નમતો નથી ,
રામ ને પુંજીશ રાવણ નો પુજારી હું નથી। .......

'' ફૂલો વેરાણાં ચોક માં '' 
 
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

સંકલન :- રાજુભાઇ ભટ્ટ
મો:-9824474306

Monday, 4 April 2016

દિવાળી

( દિવાળી )
વ્હાલાં! સહુજન કહે નવ વર્ષઆવ્યુ ;
ખેચાય છે જીવનઅંત સમીપ આયુ:
તોહર્ષ શા? દીપકશા? ઊનમાદ આ શા?
વ્હાલાં! અબુધમન ના રસનાદઆ શા? ( ૧ ) 

સૌયે કહે નૂતનવર્ષ છતાં નવુ શુ?
જુનુ બધુંય સમજીમન માહસુ છુ;
સંસાર ની અજબઆઘટમાળવ્હે છે ;
જુનુ નવીન રુપ મા પ્રકટી રહે છે.( ૨ )

વ્હાલાં! બધુંજગ હસે જગનેહસુ હુ;
દ્રષ્ટી જુનીઉરથી "નુતન"માનવુ શુ?
મિથ્યા બધું નવીન સર્વ સંબંધ જુના.
વ્હાલાં! સહુસ્વજનના ઉર બંધજુના.( ૩ )

જુનુ છતાં નવીન તા જનને ગમે છે.
માની નવિન મનમાં સહુ વિરમે છે ;
આવી યુગેયુગ વહી ગઇ છે દિવાળી.
આશ્વર્ય તોય નયને નવલી દિવાળી. ( ૪ )

જ્યોતિ બળે દીપકની જન દ્વાર દ્વરે.
વ્હાલાં ભરેલ સહુનાં મન અઘકારે;
હર્ષી ભલે ઊજવતા દીપકે દિવાળી.
વ્હાલાં! ન ક્યાઈનીરખી દિલની દિવાળી ( ૫ )

જેવા રવિકિરણ પાસ પતંગ વ્હાલાં!
એવા જ બાહ્ય જગદીપક રંગ વ્હાલાં!
રંગોળી કે દીપકથી ઊજવી દિવાળી.
આત્માની જ્યોત વિણ વ્યર્થ બધી દિવાળી. ( ૬ )

લાખો કદી પ્રકટશે દીપજ્યોત વ્હાલાં.
એ લાખથી અધીકઆત્મા નીજ્યોત વ્હાલાં.
બ્રહ્માંડને નિગમજ્યોત થકી નિહાળી.
વ્હાલાં. તમે ઊજવજોઉરની દિવાળી. ( ૭ )

કર્તવ્યના પ્રણય ના શુભ કર્મ નાં સૌ.
નીતિ દયા ધીરજના જન ધર્મ ના સૌ.
સિધ્ધાંત ની સુમનમાળ ધરી રસાળી.
વ્હાલાં તમે ઊજવજો ઉર ની દિવાળી. ( ૮ )

( ભક્ત કવી શ્રી ત્રાપજકર દાદા ) 

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ

મો:-9824474306

●ફૂલો વેરાણાં ચોક માં● હસું છું

હું મારા વીતેલા જીવન પર હસું છું ,
પડે અશ્રુ ત્યારે રુદન પર હસું છું .
મને છેતરી ને ચરણ ચૂમનારા ,
હું એવા જનોના નમન પર હસું છું .
ઉપાધી ના સપો નીચે સળવળે છે ,
ઉપર પુષ્પવાળા શયન પર હસું છું
નિહાળી ને નારી થતા રુપઘેલા ,
પતંગા ની જેવા નયન પર હસું છું.
જવાનું હતું ક્યાં અને ક્યાં હું આવ્યો !
દિશાશુન્ય મારા ગમન પર હસું છું। .......

( ફૂલો વેરાણાં ચોક માં ) 
 
( ભક્ત કવી શ્રી ત્રાપજકર દાદા ) 

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો :- 9824474306

◆ફૂલો વેરાણાં ચોક માં◆ગઝલ

કારણ વગર નકામી,તકરાર કા કરો છો ?
અમને તમારા દિલથી હદપાર કા કરો છો
જ્યા દેહ અને દિલ એક થઈ ગયા છે,
ત્યાં રાખવા જુદાઈ વિચાર કા કરો છો
કોમળ તમારુ દિલ છે ને પુષ્પ સમી કાયા
તેમા કઠોરતા ને સાકાર કા કરો છો
નમણા તમારા નયનો ત્યા હુ જ પુરાયો છુ
તો પાંપણો ઢાળી અંધાર કા કરો છો
ચાહે તે કરો શિક્ષા, પણ મૌન રાખશો ના
જે છે તમારો તેને લાચાર કા કરો છો? 

{ ફુલો વેરાણા ચોક મા }

~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~ 

સંપાદક :- રાજુભાઈ બી. ભટ્ટ
મો:- 9824474306

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...